તેજસ શિક્ષણ સંકુલ સંલગ્ન

(૧) એમ.કે.પટેલ હાઇસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ (ગુજરાતી માધ્યમઃ ધો.૯ થી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)

(૨) લિટલ બર્ડ સ્કૂલ એન્ડ લિટલ બર્ડ હાઇસ્કૂલ (Eng.Medium: Nursery to Std:10)

(૩) તેજસ વિધા વિહાર (ગુજરાતી માધ્યમ નર્સરી થી ધો.૮)

 

>> પ્રવેશ પ્રક્રિયાઃ—

સંસ્થાના કોઇ પણ વિભાગના કોઇ પણ ધોરણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધાર્થીને / વાલીને પ્રથમ કાચું પ્રવેશ ફોર્મ આપવામાં આવે છે. કાચા ફોર્મમાં વાલીએ ભરેલી માહિતી—જેવીકે વિધાર્થીનું પુરું નામ,સરનામું,જન્મ તારીખ આગાઉની શાળાની છેલ્લી પરીક્ષાનું પરિણામ—ઇત્યાદીની ચકાસણી કરીને વાલીને પાકુ પ્રવેશ ફોર્મ આપવામાં આવે છે. પાકુ પ્રવેશ ફોર્મ ભર્યા બાદ વિધાર્થી અને વાલીની સંસ્થાના ડાયરેકટરશ્રી સાથેની રૂબરૂ મુલાકાત પાછળનો હેતુ પરસ્પર પરિચય થાય અને વિધાર્થી તેમજ વાલીને સંસ્થાની પ્રણાલિકા ,શિસ્ત,પર્યવરણ તથા નીતિ નિયમોથી માહિતગાર કરવાનો હોય છે. આ ઔપચારિક મુલાકાત બાદ યોગ્યતાના ધોરણે તુર્તજ પ્રવેશ આપવામાં આવે છે.

 

>> પ્રવેશ માટેની વય મર્યાદાઃ—

(૧) તા.૩૧ મે સુધીમાં ત્રણ વર્ષ પૂરા થયેલ હોય તેવા વિધાર્થીઓને જુનિયર કે.જી.માં પ્રવેશ મળે છે.

(૨) તા.૩૧ મે સુધીમાં ચાર વર્ષ પૂરા થયેલ હોય તેવા વિધાર્થીઓને સિનિયર કે.જી.માં પ્રવેશ મળે છે.

(૩) તા.૩૧ મે સુધીમાં પાંચ વર્ષ પૂરા થયેલ હોય તેવા વિધાર્થીઓને ધો. ૧ માં પ્રવેશ મળે છે.

 

>> સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમ (Courses) અંગેઃ—

(૧) એમ.કે.પટેલ હાઇસ્કૂલ એન્ડ સેકન્ડરી સ્કૂલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી નિયત થયેલ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

(૨) લિટલ બર્ડ સ્કૂલ અને લિટલ બર્ડ હાઇસ્કૂલ (Eng.Medium) આ શાળામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી નિયત થયેલ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

(૩) તેજસ વિધા વિહાર : નર્સરી થી ધો.૮ આ વિભાગમાં ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ,ગાંધીનગર તરફથી નિયત થયેલ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.